વિશ્વ જળ દિવસ- 22 MARCH
વિશ્વ જળ દિવસ 22 MARCH જાગ્યા ત્યારથી સવાર, પાણીનો ના કરીએ બગાડ. 'વિશ્વ જળ દિવસ' (World Water Day) દર વર્ષે ૨૨ માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સ્વચ્છ પાણી આપવાની સાથે સાથે પાણીનું મહત્ત્વ જણાવવા માટે 'વિશ્વ જળ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું બીજું કારણ એ છે કે જે લોકો પાસે પૂરતું પાણી નથી તેઓમાં જાગૃતિ લાવવાનું છે. 'વિશ્વ જળ દિવસ' દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટે ઉજવવામાં આવે છે વિશ્વ જળ દિવસ સૌપ્રથમ ઔપચારિક રીતે વર્ષ ૧૯૯૨માં બ્રાઝિલના Rio de Janeiro શહેરમાં પર્યાવરણ અને વિકાસ પર યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સના એજન્ડા ૨૧માં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ પછી ૨૨ ડિસેમ્બર, ૧૯૯૨ ના રોજ United Nations General Assembly એ ઠરાવ A/RES/47/193 પસાર કરીને અને ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કર્યો હતો. પાણી અને તેના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે વર્ષ ૧૯૯૩ થી દર વર્ષે ૨૨ મી માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૩...