વિશ્વ જળ દિવસ- 22 MARCH
વિશ્વ જળ દિવસ
22 MARCH
જાગ્યા ત્યારથી સવાર,
પાણીનો ના કરીએ બગાડ.
'વિશ્વ જળ દિવસ' (World Water Day) દર વર્ષે ૨૨ માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સ્વચ્છ પાણી આપવાની સાથે સાથે પાણીનું મહત્ત્વ જણાવવા માટે 'વિશ્વ જળ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું બીજું કારણ એ છે કે જે લોકો પાસે પૂરતું પાણી નથી તેઓમાં જાગૃતિ લાવવાનું છે. 'વિશ્વ જળ દિવસ' દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટે ઉજવવામાં આવે છે
વિશ્વ જળ દિવસ સૌપ્રથમ ઔપચારિક રીતે વર્ષ ૧૯૯૨માં બ્રાઝિલના Rio de Janeiro શહેરમાં પર્યાવરણ અને વિકાસ પર યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સના એજન્ડા ૨૧માં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ પછી ૨૨ ડિસેમ્બર, ૧૯૯૨ ના રોજ United Nations General Assembly એ ઠરાવ A/RES/47/193 પસાર કરીને અને ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કર્યો હતો.
પાણી અને તેના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે વર્ષ ૧૯૯૩ થી દર વર્ષે ૨૨ મી માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૩થી લોકોને જળ સંરક્ષણનું મહત્ત્વ સમજાવવા માટે ઘણા અભિયાનો શરૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વિશ્વ જળ દિવસનું મહત્ત્વ સમજાવવા માટે ઘણી જગ્યાએ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેથી દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી અને પાણીનો તેમનો અધિકાર વિશે ખબર પડે. પાણી જીવનની મુખ્ય જરૂરિયાતોમાંથી એક છે. તમામ છોડ, ઝાડ, પ્રાણીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે.
વિશ્વ જળ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્ત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્ત્વનું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુદ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.
દર વર્ષે વિશ્વ જળ દિવસના અવસરે કેટલાય પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. ભાષણ, કવિતાઓ, રેલી, સભા અને વાર્તાઓના માધ્યમથી લોકોને જળ સંરક્ષણ અને તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. શાળાઓમાં વિશ્વ જળ દિવસ અંતર્ગત નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવે છે.
🔵પાણીનું મહત્વ:
✍️પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે.
✍️પાણીનો ઉપયોગ પીવા, રસોઈ બનાવવા, ઘરકામ કરવા અને ખેતી માટે થાય છે.
✍️પાણી ઉદ્યોગોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
✍️પાણી વિના જીવન શક્ય નથી.
🔵 પાણીની કટોકટી:
🌹વધતી વસ્તી, પ્રદૂષણ અને ભૂગર્ભ જળનું અતિશય ખનન પાણીની કટોકટીનું કારણ બન્યું છે.
🌹* પાણીની કટોકટી એક ગંભીર સમસ્યા છે જેનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે.
🔵 જળ સંચયના ઉપાયો:
🌺 પાણીની કટોકટીનો સામનો કરવા માટે જળ સંચય ખૂબ જ મહત્વપૂર્ણ છે.
🌺 વરસાદી પાણીનો સંગ્રહ, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ અને પાણીનો બગાડ ટાળવો એ જળ સંચયના કેટલાક ઉપાયો છે.
🔵પાણી બચાવો:
ટપકતા નળ , જળ સંચય માટે સરકાર, બિન-સરકારી સંસ્થાઓ અને નાગરિકોએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે.
🔵રેન વોટર હાર્વેસ્ટિંગ:
વરસાદી પાણીનો સંગ્રહ
🔵 જળ શુદ્ધિકરણ:
ગંદા પાણીને ફરીથી ઉપયોગમાં લેવા માટે શુદ્ધ કરવું ? જાગૃતિ ફેલાવવી: લોકોને પાણી બચાવવા અને તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવું.
🔵 નિષ્કર્ષ:
પાણી એ અમૂલ્ય કુદરતી સંસાધન છે. આપણી જવાબદારી છે કે આપણે પાણીનો સંચય કરીએ અને “આવનારી પેઢી માટે તેને બચાવીએ..
Comments
Post a Comment