ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા " ગુરુ પૂર્ણિમા" એ ભારતીય વૈદિક સંસ્કૃતિ નું એક સુવર્ણ પૃષ્ઠ છે, અલૌકિક પુષ્પ છે! માનવમાત્ર ના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ ના પથ પર ગુરુનું વિશિષ્ટ સ્થાન તથા મહત્વ છે. ગુરુ માર્ગ ઉપર નો માઈલ સ્ટોન નથી જે ફક્ત ગંતવ્ય સ્થાન નું અંતર બતાવે, એ દિશાસૂચક બોર્ડ પણ નથી જે ફક્ત દિશા અને દૂરી બતાવે, ગુરુ તો એક ભોમિયા (Guide) જેવો હોય જે આપણી સાથે રહીને, આપણી આંગળી પકડીને, રસ્તા ઉપરના ખાડા, અંતરાયો, વળાંકો, ચોરાહા , ચઢાવો - ઉતારા વગેરે નું ધ્યાન દોરતા દોરતા આપણા ગંતવ્ય સ્થાન પર સલામત રીતે પહોચાડે! ગુરુ માર્ગદર્શક છે. આપણા જીવનમાં આવતા દ્વંદ્વો, સંઘર્ષો માં યોગ્ય માર્ગ બતાવે! ચમત્કાર ના નાદમાં ન પડતાં તે આપણી ઈશશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા મજબૂત કરે! આપણા જેવા લઘુને (નાના ને) ગુરુ ( મોટા) બનાવે! ગુરુ એ જે કનક (સોનું, વૈભવ, પૈસા) સામે કે કાન્તા ( સ્ત્રી) સામે લઘુ એટલે કે લાચાર થતો નથી, આ બધા સામે જેનું પતન થતું નથી અને વિશ્વ ના અનંત પ્રભાવો ના સ્વીકારતાં કેવળ પ્રભુનો પ્રભાવ જ સ્વીકારે! ગુરુ આપણા જીવનમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ ની ભૂખ નિર્માણ કરે, ઈશનિષ્ઠા નું સર્જન...