Posts

NATIONAL SCIENCE DAY

 ૨૮ ફેબ્રુઆરી   રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ NATIONAL SCIENCE DAY ભારત દેશમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' (National Science Day) ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામનના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' દિવસ ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રામને ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે 'રામન ઈફેક્ટ'ની શોધ કરી હતી. વર્ષ ૧૯૩૦માં વૈજ્ઞાનિક સર સી.વી. રામનને તેમની 'રામન ઈફેક્ટ'ની શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા વિજ્ઞાન ક્ષેત્રે સર સી.વી. રામનના યોગદાનને ધ્યાનમાં રાખીને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) દ્વારા ૧૯૮૬માં ભારત સરકારને ૨૮ ફેબ્રુઆરીને 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે જાહેર કરવા જણાવ્યું હતું. ભારત સરકારે તેમની માગણીનો સ્વીકાર કર્યો અને ૨૮ ફેબ્રુઆરીના દિવસને 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે જાહેર કર્યો. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૭ ફેબ્રુઆરી, ૧૯૮૭ના રોજ ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દર વર્ષે દેશની શાળાઓ, કૉલેજો અને ...

સંપાત દિવસ -22 સપ્ટેમ્બર

  સંપાત દિવસ (22 સપ્ટેમ્બર) "ખગોળીય ઘટના; આજે શરદ સંપાત, દિવસ-રાત્રીનો સમય સમાન એટલે કે 12-12 કલાકનો રહેશે." પૃથ્વીની ધરી સૂર્ય તરફ કે તેનાથી વિપરીત બાજુએ ઢળેલી કે વળેલી ન હોય, ત્યારે સૂર્યનું કેન્દ્ર અને પૃથ્વીની વિષુવવૃત્ત રેખા એક જ કક્ષામાં આવી જાય છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણો પૃથ્વીની વિષુવવૃત રેખા પર સીધા પડે છે, જેના પરિણામે પૃથ્વી પર દિવસ અને રાતનો સમયગાળો સમાન અર્થાત્ 12–12 કલાકનો થઈ જાય છે. આ ખગોળીય ઘટનાને "ઇક્વિનોક્સ" એટલે કે "સમપ્રકાશીય કે વિષુવકાલ" કહેવાય છે. આ ઘટના દર વર્ષે 20 કે 21 માર્ચે અને 22 કે 23 સપ્ટેમ્બરના રોજ જોવા મળે છે. ત્યારે સપ્ટેમ્બરમાં બનતી આ ઘટનાને "ઓટમ્નલ ઇક્વિનોક્સ" અથવા "શરદ સંપાત કે શરદ વિષુવકાલ" તરીકે ઓળખાય છે. આજરોજ સવારે 06:36 એ સૂર્યોદય અને 6:40 એ સૂર્યાસ્ત થશે. આવતીકાલ તા.23મી સપ્ટેમ્બર થી દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત લાંબી થતી જશે. ભારતમાં અગાઉ તા.21મી માર્ચે દિવસ-રાત બંને સરખા હોવાનો અનુભવ કર્યો હતો.

બારેય મેઘ.. ખાંગા થયા"...."બાર મેઘ" શું છે.?

  બારેય મેઘ ખાંગા થયા"...!"બાર મેઘ"શું છે.? સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે... *"બારેય મેઘ... ખાંગા થયા"...!*... *"બાર મેઘ"* શું છે.? ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે..... ૧. ફરફર ૨. છાંટા ૩. ફોરા ૪. કરા ૫. પછેડીવા  ૬. નેવાધાર ૭. મોલ મેહ ૮. અનરાધાર ૯. મુશળધાર ૧૦. ઢેફાભાંગ ૧૧. પાણ મેહ  ૧૨. હેલી *૧. ફરફર:* જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ *૨. છાંટા :* ફરફર થી થોડો વધારે વરસાદ  *૩. ફોરા :* છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ  *૪. કરા :* ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ  *૫. પછેડીવા :* પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ  *૬. નેવાધાર :* છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ  *૭. મોલમેહ :* મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ  *૮. અનરાધાર :* એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ  *૯. મુશળધાર :* અનરાધાર થી વધુ હોય એવો વરસાદ મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે  *૧૦. ઢેફાં :* વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ *૧૧. પાણ મેહ :*  ખેતરો પાણીથી ભર...

ગુરુ પૂર્ણિમા

   ગુરુ પૂર્ણિમા " ગુરુ પૂર્ણિમા" એ ભારતીય વૈદિક સંસ્કૃતિ નું એક સુવર્ણ પૃષ્ઠ છે, અલૌકિક પુષ્પ છે! માનવમાત્ર ના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ ના પથ પર ગુરુનું વિશિષ્ટ સ્થાન તથા મહત્વ છે. ગુરુ માર્ગ ઉપર નો માઈલ સ્ટોન નથી જે ફક્ત ગંતવ્ય સ્થાન નું અંતર બતાવે, એ દિશાસૂચક બોર્ડ પણ નથી જે ફક્ત દિશા અને દૂરી બતાવે, ગુરુ તો એક ભોમિયા (Guide) જેવો હોય જે આપણી સાથે રહીને, આપણી આંગળી પકડીને, રસ્તા ઉપરના ખાડા, અંતરાયો, વળાંકો, ચોરાહા , ચઢાવો - ઉતારા વગેરે નું ધ્યાન દોરતા દોરતા આપણા ગંતવ્ય સ્થાન પર સલામત રીતે પહોચાડે! ગુરુ માર્ગદર્શક છે. આપણા જીવનમાં આવતા દ્વંદ્વો, સંઘર્ષો માં યોગ્ય માર્ગ બતાવે! ચમત્કાર ના નાદમાં ન પડતાં તે આપણી ઈશશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા મજબૂત કરે! આપણા જેવા લઘુને (નાના ને) ગુરુ ( મોટા) બનાવે! ગુરુ એ જે કનક (સોનું, વૈભવ, પૈસા) સામે કે કાન્તા ( સ્ત્રી) સામે લઘુ એટલે કે લાચાર થતો નથી, આ બધા સામે જેનું પતન થતું નથી અને વિશ્વ ના અનંત પ્રભાવો ના સ્વીકારતાં કેવળ પ્રભુનો પ્રભાવ જ સ્વીકારે! ગુરુ આપણા જીવનમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ ની ભૂખ નિર્માણ કરે, ઈશનિષ્ઠા નું સર્જન...

વિશ્વ વસ્તી દિવસ (World Population Day

વિશ્વ વસ્તી દિન વિશ્વ વસ્તી દિવસ (World Population Day) દર વર્ષે ૧૧મી જુલાઈના રોજ ઉજવવામાં છે. આ દિવસ વસ્તી નિયંત્રણના હેતુથી ઉજવવામાં આવે છે. સતત વધતી વસ્તી એ ગંભીર ચિંતાનો વિષય છે. વધતી વસ્તીને કારણે ભૂખમરો, ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં વસ્તી નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ભારતમાં છે. જેટલી મોટી વસ્તી છે તેટલી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જનજાગૃતિ ફેલાવવા માટે સ્થળે સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ વસ્તી દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે. વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. ૧૧ જુલાઈ, ૧૯૮૭નાં દિવસે વિશ્વની વસ્તી પાંચ અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે. હાલ વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા ...

જાણો શા માટે હિમાલયના પર્વતો પરથી કોઈ પેસેન્જર પ્લેન પસાર થતું નથી

 જાણો શા માટે હિમાલયના પર્વતો પરથી કોઈ પેસેન્જર પ્લેન પસાર થતું નથી , આ છે તેની પાછળની હકીકત… હિમાલયની પર્વતમાળા આપણા દેશની સુંદરતામાં ઘણો વધારો કરે છે અને તે આપણા માટે ગર્વની વાત પણ છે. દરેક વ્યક્તિ તેમને જોવા માંગે છે, પરંતુ આ પર્વતના સૌથી ઊંચા શિખરો ખતરનાક ટ્રેકિંગ દ્વારા જ જોઈ શકાય છે. જો કોઈ તેમને એરોપ્લેનમાંથી જોવા માંગે છે, તો તે શક્ય નથી કારણ કે કોઈ પેસેન્જર પ્લેન હિમાલયની ઉપર ઉડતું નથી.આજે અમે તમને તેની પાછળના કેટલાક વૈજ્ઞાનિક અને વ્યાજબી કારણો જણાવીશું. હિમાલયના પર્વતો સમુદ્ર સપાટીથી ખૂબ ઊંચા છે.તેના શિખરો 23 હજાર ફૂટ અને તેથી વધુ છે, જે ઊર્ધ્વમંડળને સ્પર્શે છે. અહીં હવા ખૂબ જ પાતળી છે અને ઓક્સિજનનું સ્તર ઘટે છે. પેસેન્જર પ્લેન દરિયાની સપાટીથી 30-35 હજાર ફૂટની ઊંચાઈએ ઉડે છે, તેથી હિમાલયની ઊંચાઈએ ઉડવું તેમના માટે જોખમી બની શકે છે. ઈમરજન્સીના સમયે પ્લેનમાં 20-25 મિનિટ સુધી ઓક્સિજન હોય છે અને તે જ સમયે પ્લેને 8-10 હજાર ફૂટ નીચે ઉતરવું પડે છે. હિમાલયમાં આટલા ઓછા સમયમાં વિમાનો ઉતરી શકતા નથી, જેના કારણે ઉડાન જોખમી બને છે. હિમાલયની ઉંચાઈએ હવામાન એટલું ઝડપથી બદલાય છે કે વિમાનોને ...

1 MAY - ગુજરાત સ્થાપના દિવસ / વિશ્વ મજુર દિવસ

 આજનો દિન વિશેષ 1 MAY - ગુજરાત સ્થાપના દિવસ          ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય ત...

ભારતીય રિઝર્વ બેંક સ્થાપના દિવસ

 ભારતીય રિઝર્વ બેંક સ્થાપના દિવસ RESERVE   BANK OF INDIA  આજે 'ભારતીય રિઝર્વ બેંક' (Reserve Bank of India)નો સ્થાપના દિવસ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) ની સ્થાપના ૧ એપ્રિલ,૧૯૩૫ ના રોજ થઈ હતી. મુંબઈ ખાતે ભારતીય રિઝર્વ બેંકનું મુખ્યાલય (Headquarters) આવેલું છે. રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે. ભારતીય રિઝર્વ બેંક અથવા ટૂંકમાં આર.બી.આઈ. (RBI) ભારતની કેન્દ્રીય બેંક છે, જે ચલણી નાણાને લગતી નાણાકીય નીતિનું નિયમન કરે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સ્થાપના ૧ એપ્રિલ, ૧૯૩૫ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪ મુજબ કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંક ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપનામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો અથવા નિર્દેશક સિદ્ધાંતોના આધારે કરવામાં આવી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અર્થશાસ્ત્રી હતા. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપના ડૉ. ભીમરાવ પુસ્તક "The Problem of the Rupee: Its Origin and Its Solution"...

વિશ્વ જળ દિવસ- 22 MARCH

 વિશ્વ જળ દિવસ   22 MARCH  જાગ્યા ત્યારથી સવાર,  પાણીનો ના કરીએ બગાડ.               'વિશ્વ જળ દિવસ' (World Water Day) દર વર્ષે ૨૨ માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સ્વચ્છ પાણી આપવાની સાથે સાથે પાણીનું મહત્ત્વ જણાવવા માટે 'વિશ્વ જળ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું બીજું કારણ એ છે કે જે લોકો પાસે પૂરતું પાણી નથી તેઓમાં જાગૃતિ લાવવાનું છે. 'વિશ્વ જળ દિવસ' દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માટે ઉજવવામાં આવે છે       વિશ્વ જળ દિવસ સૌપ્રથમ ઔપચારિક રીતે વર્ષ ૧૯૯૨માં બ્રાઝિલના Rio de Janeiro શહેરમાં પર્યાવરણ અને વિકાસ પર યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સના એજન્ડા ૨૧માં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ પછી ૨૨ ડિસેમ્બર, ૧૯૯૨ ના રોજ United Nations General Assembly એ ઠરાવ A/RES/47/193 પસાર કરીને અને ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કર્યો હતો.          પાણી અને તેના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે વર્ષ ૧૯૯૩ થી દર વર્ષે ૨૨ મી માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૩...

પપ્પા/Dad/Daddy

પપ્પા 💓💞 કવિઓ એ મા વિશે ઘણું બધું લખ્યું છે મને પહેલા એમ થતું કે કવિઓએ પપ્પા નામના પાત્રને ખૂબ જ અન્યાય કર્યો છે મા વિશે તો ઘણી બધી કહેવતો ઘણી વાર્તાઓ આપણે જાણીએ છીએ "માં તે માં બીજા બધા વગડાના વા", " એક માં સો શિક્ષકની  ગરજ સારે", "ગોળ વિના મોળો કંસાર મા વિના સુનો સંસાર", પણ પપ્પા વિશેની તો કહેવત જુઓ  "વડ તેવા ટેટા અને બાપ જેવા બેટા" આમ મને ઘણી વખત થતું કે....  આ પપ્પા વિશે કવિઓ કેમ ઘણું ઓછું લખેલું છે પછી મને સમજાયું કે પપ્પા વિશે લખવામાં કવિઓની કલમ પણ કાચી પડે છે કારણ .....  આ પપ્પા એટલે ? પપ્પા એટલે ખાલી એક નામ ? પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ? પપ્પા એટલે ખાલી એક પદ ? પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ ? ના …. પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેક્ટિકલ પ્રેરણાદાઇ પુસ્તક... આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા... આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે.. કારણકે આ પપ્પા...