Posts

Showing posts from February, 2025

NATIONAL SCIENCE DAY

 ૨૮ ફેબ્રુઆરી   રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ NATIONAL SCIENCE DAY ભારત દેશમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' (National Science Day) ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામનના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' દિવસ ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રામને ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે 'રામન ઈફેક્ટ'ની શોધ કરી હતી. વર્ષ ૧૯૩૦માં વૈજ્ઞાનિક સર સી.વી. રામનને તેમની 'રામન ઈફેક્ટ'ની શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા વિજ્ઞાન ક્ષેત્રે સર સી.વી. રામનના યોગદાનને ધ્યાનમાં રાખીને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) દ્વારા ૧૯૮૬માં ભારત સરકારને ૨૮ ફેબ્રુઆરીને 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે જાહેર કરવા જણાવ્યું હતું. ભારત સરકારે તેમની માગણીનો સ્વીકાર કર્યો અને ૨૮ ફેબ્રુઆરીના દિવસને 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે જાહેર કર્યો. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૭ ફેબ્રુઆરી, ૧૯૮૭ના રોજ ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દર વર્ષે દેશની શાળાઓ, કૉલેજો અને ...