સંપાત દિવસ -22 સપ્ટેમ્બર
સંપાત દિવસ (22 સપ્ટેમ્બર)
"ખગોળીય ઘટના; આજે શરદ સંપાત, દિવસ-રાત્રીનો સમય સમાન એટલે કે 12-12 કલાકનો રહેશે."
પૃથ્વીની ધરી સૂર્ય તરફ કે તેનાથી વિપરીત બાજુએ ઢળેલી કે વળેલી ન હોય, ત્યારે સૂર્યનું કેન્દ્ર અને પૃથ્વીની વિષુવવૃત્ત રેખા એક જ કક્ષામાં આવી જાય છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણો પૃથ્વીની વિષુવવૃત રેખા પર સીધા પડે છે, જેના પરિણામે પૃથ્વી પર દિવસ અને રાતનો સમયગાળો સમાન અર્થાત્ 12–12 કલાકનો થઈ જાય છે. આ ખગોળીય ઘટનાને "ઇક્વિનોક્સ" એટલે કે "સમપ્રકાશીય કે વિષુવકાલ" કહેવાય છે. આ ઘટના દર વર્ષે 20 કે 21 માર્ચે અને 22 કે 23 સપ્ટેમ્બરના રોજ જોવા મળે છે. ત્યારે સપ્ટેમ્બરમાં બનતી આ ઘટનાને "ઓટમ્નલ ઇક્વિનોક્સ" અથવા "શરદ સંપાત કે શરદ વિષુવકાલ" તરીકે ઓળખાય છે. આજરોજ સવારે 06:36 એ સૂર્યોદય અને 6:40 એ સૂર્યાસ્ત થશે. આવતીકાલ તા.23મી સપ્ટેમ્બર થી દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત લાંબી થતી જશે. ભારતમાં અગાઉ તા.21મી માર્ચે દિવસ-રાત બંને સરખા હોવાનો અનુભવ કર્યો હતો.
Comments
Post a Comment