ભારતીય રિઝર્વ બેંક સ્થાપના દિવસ
ભારતીય રિઝર્વ બેંક સ્થાપના દિવસ
RESERVE BANK OF INDIA
આજે 'ભારતીય રિઝર્વ બેંક' (Reserve Bank of India)નો સ્થાપના દિવસ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) ની સ્થાપના ૧ એપ્રિલ,૧૯૩૫ ના રોજ થઈ હતી. મુંબઈ ખાતે ભારતીય રિઝર્વ બેંકનું મુખ્યાલય (Headquarters) આવેલું છે. રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે.
ભારતીય રિઝર્વ બેંક અથવા ટૂંકમાં આર.બી.આઈ. (RBI) ભારતની કેન્દ્રીય બેંક છે, જે ચલણી નાણાને લગતી નાણાકીય નીતિનું નિયમન કરે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સ્થાપના ૧ એપ્રિલ, ૧૯૩૫ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪ મુજબ કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંક ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે.
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપનામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો અથવા નિર્દેશક સિદ્ધાંતોના આધારે કરવામાં આવી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અર્થશાસ્ત્રી હતા. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપના ડૉ. ભીમરાવ પુસ્તક "The Problem of the Rupee: Its Origin and Its Solution"ના આધારે કરવામાં આવી છે.
શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંકનું કેન્દ્રીય કાર્યાલય (Central Office) કોલકાતામાં હતું જે વર્ષ ૧૯૩૭માં મુંબઈ ખસેડવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઑફિસ એ ઑફિસ છે જ્યાં ગવર્નરો બેસે છે અને નીતિઓ નક્કી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ૧ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેની સંપૂર્ણ માલિકી ભારત સરકારની છે.
ભારતીય રિઝર્વ બેંકના મહત્ત્વપૂર્ણ કાર્યો : ભારતમાં નાણાકીય સ્થિરતા હાંસલ કરવા અને સામાન્ય રીતે દેશના હિતમાં ચલણ અને ધિરાણ પ્રણાલીનું સંચાલન કરવા માટે બેંક નોટોના મુદ્દા પર નિયંત્રણ રાખવું, અનામત ભંડોળ રાખવું. નાણાકીય નીતિની રચના, અમલીકરણ અને દેખરેખ રાખવી. નાણાકીય વ્યવસ્થાનું નિયમન અને દેખરેખ. વિદેશી વિનિમય વ્યવસ્થાપન. સરકાર માટે બેંકર અને બેંકો માટે બેંકર તરીકે કામ કરવું. ક્રેડિટ નિયંત્રણ. ચલણ વ્યવહારો નિયંત્રિત કરવા. કરન્સી અને સિક્કાઓનું નિયમન કરવું. નાણાકીય બજારોની ગતિવિધિ પર સતત ધ્યાન આપવું. વિદેશી વિનિમયને મેનેજ કરવું. ચૂકવણી અને સેટલમેન્ટ પર ધ્યાન આપવું. સરકારી દેવું મેનેજ કરવું. વિવિધ પ્રકારની બેંકોનું નિયમન કરવું. કેન્દ્રીય બેંક તરીકેનું કામ કરવું. ગ્રાહકને બેન્કિંગ અંગે માહિતી આપવી અને તેની સિક્યોરિટી સુનિશ્ચિત કરવી.
Comments
Post a Comment